ભારતની કોરોના સામેની મજબુત લડતથી બિલ ગેટ્સ પ્રભાવિત, PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન

આટલી બધી વસ્તી અને ઓછા સંસાધાનો હોવા છતાં જે રીતે ભારત કોરોનાને હંફાવી રહ્યું છે તેને જોઈને દુનિયા મોંમા આંગળા નાખી ગઈ છે.

ભારતની કોરોના સામેની મજબુત લડતથી બિલ ગેટ્સ પ્રભાવિત, PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: કોરોના મહામારી સામે સમગ્ર દુનિયા પોત પોતાની રીતે લડત લડી રહી છે. પરંતુ આમ છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે આકરા નિર્ણયો લઈ રહ્યાં છે તેને દુનિયા બિરદાવી રહી છે. આટલી બધી વસ્તી અને આટલા ઓછા સંસાધનો હોવા છતાં જે રીતે ભારતના પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કોરોના સામે લડત લડી રહ્યો છે તેના વખાણ ચારેબાજુ થઈ રહ્યાં છે. વિશ્વના ટોપ રિચેસ્ટ પર્સન બિલ ગેટ્સે પત્ર લખીને પીએમ મોદીના વખાણ કર્યા છે. 

પીએમ મોદીને પત્ર લખીને ગેટ્સે કહ્યું કે કોરોના વિરુદ્ધ જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે યોગ્ય સમયે પગલાં લીધા તેને અમે બિરદાવીએ છીએ. ભારતે સમયસર સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોની ઓળખ કરી અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવનારા લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં. 

આ બધા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યસરકારોએ મળીને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા પર ફોકસ કર્યું. જરૂર પડ્યે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો. આ સાથે જ હેલ્થ સિસ્ટમને સતત મજબુત કરાઈ રહી છે. સરકાર તરફથી તમામ જરૂરી ઉપાય સમયસર થઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

ગેટ્સે પોતાના પત્રમાં ખાસ કરીને જે વાતનો ઉલ્લેખ કર્યો તે છે ડિજિટલ સ્ટ્રેન્થ. તેમણએ લખ્યું કે ભારતે પોતાની ડિજિટલ સ્ટ્રેન્થનો આ લડતમાં ભરપૂર ઉપયોગ કર્યો અને હું તેનાથી ખુબ ખુશ છું. સરકાર તરફથી આરોગ્ય સેતુ મોબાઈલ એપ લોન્ચ કરાઈ જેને અત્યાર સુધીમાં કરોડો લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે તમે જે એરિયામાં રહો છો તે કોરોનાથી કેટલો સુરક્ષિત છે. 

તેમણે એમ પણ કહ્યું કે તમામ ભારતીયો માટે પર્યાપ્ત સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સાથે પબ્લિક હેલ્થને તમે એકસાથે બેલેન્સ કરીને ચાલી રહ્યાં છો. તમારી આવી લીડરશીપ જોઈને સારું લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news